બાપલા ગામે દબાણ મામલે સાધુઓનો સરપંચને ચિમકી આપતો ઓડિયો થયો વાયરલ

- Advertisement -
Share

 

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ બાપલા ગામમાં બુધવારે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી આ વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરીવારની સમાધિસ્થળ ના હટાવે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુઓએ તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે હવન કરી કુદરતને પ્રાર્થના કરી હતી અને તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો સાધુઓએ જીવતા સમાધિ લેવાની પણ ચિમકી ઉચ્ચારી.

 

 

બનાસકાંઠાના છેવાડે આવેલા બાપલા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ દબાણ મુદ્દે વિવાદ ચાલતો હતો જેમાં બુધવારે વહેલી સવારથી જ મામલતદાર, ટીડીઓ ડી.વાય.એસ.પી સહિતનો પોલિસનો કાફલો બાબલા ગામે પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાપલા ગામ પોલિસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

 

 

જયારે આજે સોસિયલ મીડિયામાં એક ઓડીઓ વાઈરલ થયો જેમાં બાપલા ગામે દબાણ મામલે સાધુઓ સરપંચને ચિમકી આપી રહ્યા છે. ઓડીઓમાં સમાધી હટી તો ગામને સ્મશાન બનાવવાની અપાઈ ચીમકી અને સરપંચને ખુલ્લી ચેતવણી આપતો ઓડિયો વાયરલ થતા પંથકમાં ચકચાર મચી છે. ઓડીઓ સાધુ સંતો દ્વારા જ સમગ્ર સોસીયલ મીડિયામાં વાયરલ કરી સીધી અપાઈ ચીમકી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!