ડીસાના ભણશાળી હોસ્પિટલ આગળ બાઈકમાં આગ લગતા બાઈક બળીને ખાખ

- Advertisement -
Share

ડીસા વેપારી મથક હોઈ ડીસા અને ડીસા આસપાસના લોકોની અવરજવર વધુ રહે છે જેના કારણે દિવસભર ડીસામાં મુખ્ય માર્ગ અને બજારમાં ભારે ઘસારો જોવા મળતો હોય છે ડીસામાં લગભગ લોકોની સુખાકારી અને સુવિધા માટે મોટાભાગની તમામ સુવિધાનાં વ્યવ્સાય છે. બુધવારની સવારે ડીસા સરદાર બાગથી દીપક હોટેલ જતા માર્ગ પર આવેલ એક વેલ્ડીંગની દુકાને આવેલ બાઈકમાં આગ લાગતા બાઈક બળીને ખાખ બની ગયું હતું.

 

 

ડીસાના મુખ્ય માર્ગ તરીકે સરદાર બાગથી દીપક હોટલ તરફ જતા માર્ગ પર એક તરફ સરકરી વસાહત, પોલીસ મથક અને મોટા ભાગની ગેરેજ અને તેને લગતા વ્યવ્સાયની દુકાનો આવેલ છે તો રોડની બીજી તરફ સરકારી કચેરીઓ અને ડીસાનું મોટું દવાખાનું આવેલ જે ગતવર્ષે કોવીડ-19 તરીકે જાહેર કરવામાં આવેલ હતું અને હાલે ફરી એકવાર હોસ્પિટલને કોવીડ-19 તરીકે ઉયપોગમાં લેવાઈ શકે છે તેવી વાતો ચર્ચામાં છે તે લેવલની કાર્યવાહી પણ ચાલી રહેલ છે.

 

 

આજે ડીસા સરદાર બાગથી દીપક હોટલ તરફ જતા ભણશાળી હોસ્પિટલનાં દરવાજા નજીક ગેરેજ/વેલ્ડીંગની દુકાનમાં એક બાઈક રીપેરીંગ કામે આવેલ અને તેના સમારકામ દરમિયાન અચાનક બાઈકમાં આગ પકડી લેતા બાઈક ભડભડ સળગી ઉઠ્યું હતું. જેના કારણે આસપાસનાં લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો અને રોડ પર ટ્રાફિક સર્જાયો હતો.

 

 

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ એન ડીસા નગરપાલિકાનું ફાયરફાઈટર ઘટના સ્થળે પહોંચી જઈ સળગતા બાઈક પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે ટ્રાફિક દુર કરાવ્યો હતો. જોકે આગની ઝપેટમાં આવેલ બાઈક બળીને ખાખ થઇ જતા બાઈક મળીને આર્થિક નુકશાન થવા પામ્યું હતું જોકે સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!