અંબાજીમાં આવતા માઈભકતો પાસે ઉઘાડી લૂંટ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહીના કલેકટરએ આદેશ આપ્યા

- Advertisement -
Share

યાત્રાધામ અંબાજી આવતા માઇભક્તો સાથે અંબાજીમાં પ્રસાદી વેચનાર દુકાનદાર ઉઘાડી લૂંટ ચલાવતા હોવાની બુમરાડ ઉઠી છે. યુત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સુરક્ષા જળવાય તેને લઈ કલેકટરે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે કલકેટર દ્વારા પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ, રેવન્યુ, પંચાયત, ગ્રાહક સુરક્ષાની ટિમોની રચના કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે.

 

 

 

 

અંબાજીમાં આવનારા યાત્રિકો સાથે પ્રસાદમાં લૂંટ ન થાય એ હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના 3 કેન્દ્રો ખોલવામાં આવશે. સાથે યાત્રિકોની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજીમા જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલાશે સાથે યાત્રિકોને પાર્કિંગમા પડતી તકલીફોને લઈ ટ્રસ્ટ વિશાળ પાર્કિંગ પણ બનાવશે. ત્યારે હવે અંબાજીમાં આવનારા કોઈ પણ યાત્રીક લૂંટાય નહીં અને દાદાગીરીનો ભોગ ન બને જેને લઈ પોલીસને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે.

 

 

 

આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર આંનદ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી પ્રસિદ્ધ યાત્રાધામ છે. લાખોની સંખ્યામાં લોકો આવે છે ત્યારે કેટલાક યાત્રિકોની સાથે આવા કડવા અનુભવો ધ્યાન પર આવેલા છે. એ અનુભવને ધ્યાને લેતા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાનું નિયત કરવામાં આવ્યું છે.

 

 

પ્રતીકાત્મક તસ્વીર

 

પોલીસ વિભાગ, રેવેન્યુ વિભાગ, પંચાયત વિભાગ, સાથે સાથ ગ્રાહક સુરક્ષા, તોલમાપ, ફૂડ એન્ડ ડ્રગ્સ, આ બધા સાથે આ બાબતે મીંટિંગ કરવામાં આવેલી છે. જે પણ યાત્રિકો છે એમની મદદ માટે દેખી શકાય એવી રીતનું પોલીસ તરફથી અને ગ્રાહક સુરક્ષા તરફથી ચાલુ કરવાનું નિયત કરવાં આવેલું છે. જેથી કરી કોઈ પણ ફરિયાદ તુરંત ત્યાં જે પણ યાત્રિકો છે ત્યાં સંપર્ક કરી શકે ઈવા લોકો કે જે આવી રીતની પ્રવુતિઓ ચલાવે છે. એમની યાદી પણ તૈયાર કરવાની સૂચના આપેલી છે.

 

 

આ ઉપરાંત વારંવાર ત્યાં વિઝીટ થાય સેમ્પલિંગ થાય યાત્રિકોને કઈ પણ ફરિયાદ હોય તેના પર તુરંત કાર્યવાહી થાય એ મુજબની સૂચનાઓ તમામ લાગતા વળગતા અધિકારીઓને આપેલી છે. પોલીસ તરફથી પણ અને અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી ફ્લાઈંગ સ્કોર્ડ બનાવી રેન્ડમ ચકાસણી કરવામાં આવે, ડમી ગ્રાહકોને મોકલીને ચકાસણી કરવામાં આવે. એવા કોઈપણ તત્વો ધ્યાન પર આવે તો એમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!