હવે પાલનપુર સિવિલના બદલે બનાસકાંઠામાં રેમડેસિવીર ઈન્જેક્શન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પરથી ફાળવાશે

- Advertisement -
Share

પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે રેડમેસીવીર ઇંજેક્શનની વિતરણ વ્યવસ્થા કરાઈ છે જેમાં કાળા બજારના આક્ષેપો વચ્ચે દર્દીઓ રઝળી પડતા રોજ હોબાળો થતો હતો ત્યારે હવે રેડમેસીવીર ઇજેક્શનની વિતરણ વ્યવસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ખસેડાઈ છે. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં ઇંજેક્શન ફાળવવાની ઓનલાઇન વ્યવસ્થા કરાઈ છે.

 

 

કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવીર ઇંજેક્શનની વિતરણ વ્યવસ્થા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ગોઠવાઈ હતી જોકે ભારે અવ્યવસ્થા સર્જાતા અને સમયસર ઇંજેક્શન ન મળતા અનેક રઝળી પડેલા દર્દીઓ ઇંજેક્શન બ્લેક માર્કેટમાં ખરીદતા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવતા હતા.

 

 

જેથી જરૂરિયાત મંદ દર્દીઓનેજ સરળતાથી આ ઈન્જેકશન મળી રહે તે માટે 19 એપ્રિલથી રેડમેસીવીર ઇજેક્શનની વિતરણ વ્યવસ્થા પાલનપુર સિવિલમાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ખસેડાઇ છે.

 

 

 

જ્યાં એક વેબસાઈટ બનાવવામાં આવી છે. જેના પર જીલ્લાભરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હિસ્ટ્રી અને પ્રિસ્ક્રીપશન સાથે ઇંજેક્શનની નોંધણી કરવામાં આવશે અને તેની તપાસ કર્યા બાદ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને ઇંજેક્શનની ફાળવણીની જાણ કરાશે ત્યાર બાદ ઇંજેક્શન ફાળવવામાં આવશે તેવું સિવિલ સર્જન ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!