થરાદમાં 15 પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે : પાણી પુરવઠા વિભાગે પાણીની જગ્યાએ પાણી ચોરીનો દંડ ફટકાર્યો

- Advertisement -
Share

પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઇ છે : પરિવારજનોને રૂપિયા આપીને પાણી માંગવું પડે છે

 

થરાદ તાલુકાના મેસરા ગામની ઢાંણી તરીકે ઓળખાતા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા 15 જેટલાં પરિવારોની માંગ તાલુકા કક્ષા અને રાજ્ય કક્ષાના અધિકારી સુધી કરી રજૂઆત છતાં કોઇ કાર્યવાહી નહી પણ પાણી પુરવઠા વિભાગે ગેરકાયદે પાણીનો રૂ. 19,779 નો દંડ ફટકાર્યો છે.

બનાસકાંઠા જીલ્લાના સરહદી બોર્ડર પર આવેલ નાના મેસરા ગામના 15 પરિવારોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નાના મેસરા ગામમાં આવેલ અણદાજી ઢાંણીથી ઓળખાતા વિસ્તારમાં 15 અલગ-અલગ જાતિના પરિવાર વસવાટ કરે છે.

આ લોકોને પીવા માટે પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી વારંવાર ગ્રામ પંચાયતથી લઇને રાજ્ય કક્ષાના અધિકારીઓને રજૂઆત કરી છતાં પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતાં ગરીબ પરિવારોની હાલત

કફોડી બની ગઇ છે. આ પરિવારજનોને રૂપિયા આપીને પાણી માંગવું પડે છે. પીવાના પાણીની પાઇપલાઇન ગામમાંથી અણદાજી ઢાંણી સુધી આપવામાં આવે એવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.

“ઉલટા ચોર કોટવાલ કો ડાટે” જેવી પરિસ્થિતિ આ પરિવારની થવા પામી છે. જ્યારે પાણીની માંગણી કરવામાં આવી ત્યારે આ પરિવારને પાણી વેરા પેટે રૂ. 19,779 નો દંડ ફટકાર્યો હતો.

 

આ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ‘અમારા રહેણાંકથી 2 કિ.મી. જેટલી પાણીની પાઇપલાઇન નીકળે છે અને અમે કોઇ દિવસ આ પાણીની લાઇનમાંથી પાણી લીધું નથી અને પાણી પુરવઠાના કોઇ અધિકાર અમારા ખેતરોમાં તપાસ માટે પણ આવેલ નથી.
તેમ છતાં અમને પાણી વેરા પેટે તંત્ર દ્વારા દંડ આપવામાં આવ્યો છે. ત્યારે આ પરિવારને પાણી નથી છતાં દંડ આપતાં તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કોના ઇશારે આ પાણી વેરો આટલો આપવામાં આવ્યો તે પણ સવાલ બને છે.’

 

આ અંગે અણદાજી ઢાંણીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ‘અમારે અમારા પશુઘનને અને અમારે પીવાના પાણી નજીકના ખેડૂતના બોર પરથી અથવા ટ્રેક્ટર દ્વારા દૂરથી પાણી લાવવું પડે છે. મહીલાઓ સહીતના લોકો પાણી માટે વલખાં મારી રહી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!