ડીસા SCW હાઈસ્કૂલની બાજુમાં હરિઓમ સ્કૂલ રોડ પર આવેલ એક કોમન પ્લોટમાં પડેલ કેમિકલ વેસ્ટેજમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી.
આગ લાગતાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી ફાયર મેન ધનાજી માળીએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવતા આજુબાજુના લોકોએ રાહતો શ્વાસ લીધો હતો.
From – Banaskantha Update