ડીસામાં આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

- Advertisement -
Share

ભારત દેશના બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીનું આજે ડીસા શહેર ભાજપ તેમજ ભારતીય કોંગ્રેસ તરફથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે સવારે ડીસા દિપક હોટલ સામે આવેલા ડો બાબાસાહેબ આંબેડકરના પૂતળા ઉપર કંકુ તિલક કરી ફૂલ માળા અર્પણ કરવામાં આવ્યા હતા અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા “ડો બાબાસાહેબ અમર” રહો ના નારા લગાવવામાં આવ્યા હતા.

 

 

ડો બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિના પ્રસંગે રાજય સભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, પ્રવીણભાઈ માળી રાજુભાઈ ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તરફથી કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ. પ્રકાશભાઈ ભરતીયા દિપકભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરો હાજર રહી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધા સુમન સાથે ફુલહાર અર્પણ કર્યા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!