ડીસા તાલુકાના સદરપુર ગ્રામ પંચાયતના સદસ્ય ત્રણ દિવસ અગાઉ ઘરેથી કહ્યા વગર જતા રહ્યા હતા તેથી પરિવારજનોએ ગુમ થયાની અરજી તાલુકા પોલીસ મથકે આપી હતી અને પોલીસે પણ તપાસ શરૂ કરી હતી.
જોકે આજે બુધવારે સવારે આ ઈસમની લાસ જુનાડીસા નજીકના સર્યુંનગર પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને જાણ થતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના સદરપુર ગામમાં રહેતા અને ગ્રામ પંચાયતના સદસ્ય વિઠ્ઠલભાઈ નાગરભાઈ પરમાર ઉ.50 વર્ષ એમને ચાર સંતાનો છે વિઠ્ઠલભાઈ આજથી ત્રણ દિવસ અગાઉ ઘરેથી કહ્યા વગર ક્યાં જતા રહ્યા હતા પરિવારજનોએ તેમની શોધખોળ કરવા છતાં પણ તેમની કોઈ ભાળ ન મળતાં આખરે તેઓ ગુમ થયા હોવાની અરજી તાલુકા પોલીસ મથકે આપી હતી.

જેના પગલે તાલુકા પોલીસની ટીમે પણ તપાસ શરૂ કરી હતી જ્યારે બુધવારે સવારે વિઠ્ઠલભાઈ પરમારનો મૃતદેહ જુના ડીસાના સર્યુંનગર પાસેથી મળી આવ્યો હતો જેની જાણ ડીસા તાલુકા પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરી લાશ ફેંકવામાં આવી છે આ મામલે પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update