દાંતાના હડાદ પોલીસ લોકઅપમાં યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં ચકચાર

Share

 

દાંતા તાલુકાના હડાદ નજીકથી પોલીસે સોમવારે રાત્રે બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પોલીસ મથકે લાવી પૂછપરછ બાદ લોકઅપમાં રાખ્યા હતા. જે દરમિયાન એક યુવકે પંખા સાથે શર્ટ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

[google_ad]

 

 

જ્યાં મંગળવારે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી ન્યાયની માંગણી સાથે કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન શંકાસ્પદ હીલચાલ ધરાવતાં રાજસ્થાનના શિરોહી જીલ્લાના આબુરોડ તાલુકાના બોસા ગામના ભાવેશ મેઘળાભાઇ ધ્રાંગી (ઉં.વ.આ. 18) અને વિપુલ પાલુભાઇ ડાભીનો પીછો કરી ઝડપી લીધા હતા.

[google_ad]

 

 

 

 

 

જે બંનેને હડાદ પોલીસ મથકે લાવી પૂછતાછ કરાઇ હતી. બાદમાં બંનેને પોલીસ મથકના લોકઅપમાં પૂરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે ભાવેશ ધ્રાંગીએ લોકઅપમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે ઘટનાની જાણ થતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

[google_ad]

 

 

 

 

જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડયા હતા. જેમણે મૃતક યુવકની ન્યાયીક તપાસ કરવાની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવતાં ભારે ઉત્તેજના પ્રસરી છે. દરમિયાન પરિસ્થિતિ વણસે નહી તે માટે એ.એસ.પી. સુશિલ અગ્રવાલે પોલીસ કાફલો તૈનાત કરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

[google_ad]

 

 

 

 

નોંધનીય છે કે, યુવક મધરાત્રે પંખા સાથે કેવી રીતે લટકી પડયો. તેને લઇ અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. આ દરમિયાન બાજુમાં બીજો યુવકને થોડો પણ અણસાર ન આવ્યો.

[google_ad]

 

 

 

આ અંગે બનાસકાંઠા એ. એસ. પી. સુશિલભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘હડાદ પોલીસ મથકના લોકઅપમાં યુવકના આપઘાતની ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ છે.

[google_ad]

 

 

 

 

આ અંગે સમાજના અગ્રણીઓને અવગત કરાયા છે. યુવકનો મૃતદેહ પી.એમ. અર્થે ખસેડાયો છે. ઘટના અંગે મેજીસ્ટ્રેટ ઇન્કવાયરી સહીત પોલીસ કાર્યવાહી શરૂ કરાઇ છે.’

[google_ad]

 

 

 

 

 

 

આ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ જણાવ્યું હતું કે, ‘હડાદ પોલીસ મથકમાં યુવકને ક્યા કારણોસર આપઘાત કરવો પડયો તેની પોલીસે તટસ્થ તપાસ કરી જવાબદારો શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે.’

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 


Share