ચાણસ્મા પોલીસે ઝડપેલા જુગારના શખ્સનું મોત નિપજતાં પરિવારજનોએ લાશ લેવાનો ઇન્કાર કર્યો : પોલીસ મથકે પરિવારજનોના ટોળેટોળા ઉમટ્યા

Share

 

ચાણસ્મા પોલીસ દ્વારા મંગળવારે જુગારની રેડમાં બે યુવકોને રાવળ વાસમાંથી ઝડપી લેવાયા હતા. જેઓને પોલીસ સ્ટેશન લઇ ગયા પછી મામલતદાર કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન એક યુવકને ઉલ્ટી થઇ જવાથી મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ સર્જાઇ હતી. પોલીસના મારના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ લેવાનો ઇન્કાર કરાયો હતો. મોડી સાંજ સુધી મામલો ગૂંચવાયો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ચાણસ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા મંગળવારે બપોરે શહેરના ટેબાવાસમાં જુગારની રેડ કરાઇ હતી. જેમાં પ્રવિણકુમાર જેઠાલાલ રાવળ (ઉં.વ.આ. 36) અને દિનેશકુમાર શંકરભાઇ રાવળ (ઉં.વ.આ. 45) પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ જયેશ મૂળાભાઇ રાવળ નાસી છૂટ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

 

 

 

પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 1110 રોકડા અને મોબાઇલ સહીત કુલ મળી રૂ. 4110 નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાઇ હતી અને પોલીસે ભાગેડુ આરોપીની શોધ આદરી હતી તેમજ ઝડપાયેલા બંને આરોપીઓને જામીન માટે રજૂ કરવા કાર્યવાહી કરાઇ હતી.

[google_ad]

 

 

 

 

 

 

દરમિયાન દિનેશ રાવળને અચાનક ઉલ્ટી થવા લાગતાં તેની તબિયત લથડી હતી. જેને તાત્કાલીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ ત્યાં સુધી તેનું મોત નિપજ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

આ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ આર.એમ. વસાવાએ જણાવ્યું હતું કે, ‘પોલીસ સ્ટેશનમાં ઉપરના માળે આવેલ જમાદારની રૂમમાં બંને આરોપીઓ દિનેશ અને પ્રવિણ ઉપરાંત પ્રવિણના પરિવારજનો પણ સાથે હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

આરોપીઓને જામીન ભરવા માટે મામલતદાર કચેરી લઇ જવાતા હતા. ત્યારે અચાનક દિનેશને ઉલ્ટી થઇ હતી અને દવાખાને લઇ જતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા કોઇ મારઝૂડ કરાઇ નથી. દિનેશ ટી.બી.નો દર્દી હોવાથી તેની તબિયત લથડી હોવાનું જણાય છે.’

[google_ad]

 

 

 

 

 

 

 

 

મૃતકના કુટુંબમાં કાકા હરગોવનભાઇ રાવળે પોલીસના મારથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો. જો કે, આવી ઘટનામાં પોલીસ ઉપર જ દોષારોપણ થતું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મોડી સાંજે પાટણના પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

[google_ad]

 

 

 

 

 

 

મૃતકના પરિવારના સભ્યો દ્વારા તમે જ માર્યો છે. ઉપર લઇ જઇને માર્યો છે અને લોહી પણ પડયું હશે તેવા આક્ષેપ કરતાં સામે પોલીસ અધિકારીએ સમજાવ્યું હતું કે, જો પોલીસે માર્યો હશે તો પોસ્ટમોર્ટમમાં નિશાન આવશે એટલે ખબર પડી જશે. જો કે, આ પછી પણ સમજાવટ ચાલી હતી.

[google_ad]

 

 

 

 

 

 

આ અંગે ચાણસ્મા સામૂહીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટલમાં લાવવામાં આવ્યો તેને તપાસતાં તેનું મોત થયેલું જણાયું હતું. પોસ્ટમોર્ટમ બાકી છે. પોલીસ ઇન્કવેસ્ટ ભરીને આપે તે પછી પોસ્ટમોર્ટમ કરાશે.’

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 


Share