ધાનેરામાં ભર બપોરે ચોરી કરતા બે ઈશમો CCTVના આધારે ઝડપાયા : લોકોએ મેધીપાક ચખાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં દિન પ્રતિદિન ગુન્હાઓનું પ્રણામ વધતું જઈ રહ્યું છે. ચોરી – લૂંટફાટ અને સાઇબર ક્રાઈમના ગુન્હાઓમાં નોધપાત્ર વધારો થયી રહ્યો છે ચોરો બેફામ ચોરી કરી રહ્યાની ઘટનાઓમાં પણ વધારો થયી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના ધાનેરામાં ભર બપોરે ચોરીની ઘટના સામે આવી.

 

 

ચોરીની વધતી જતી ઘટનાઓ વચ્ચે ધાનેરાના સનરાઈઝ શોપિંગ સેન્ટરમાં ભર બપોરે ચોરીની ઘટના બની. સનરાઈઝ શોપિંગ સેન્ટરમાં મરચાની દુકાનમાં ભર બપોરે ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા લઇ ભાગતા બે લોકો ઝડપાયા.

 

 

મરચાની દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયાની ઉઠાંતરી કરતા બે ઈસમો CCTVમાં થયા કેદ. CCTV કેમેરામાં કેદ થયેલી તસ્વીરોના આધાર પર લોકોએ ચોરોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કાર્ય હતા. જોકે, ધાનેરામાં અનેક વાર ચોરો હાથફેરો કરવામાં સફળ થયા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!