AR આધારિત વર્ડ ગેમ

- Advertisement -
Share

થોડાં વર્ષ પહેલાં સમગ્ર દુનિયામાં ‘પોકેમોન ગો’ ગેમનો રીતસર જુવાળ આવ્યો હતો એ યાદ છે? એ ગેમમાં વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વર્લ્ડની ભેળસેળ કરવામાં આવી હતી. ફોનમાં ગેમ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે આસપાસની સાચી દુનિયામાં જુદા જુદા પોકેમોન શોધવા નીકળી પડવાનું. પોકેમોન નરી આંખે ન દેખાય પણ ફોનના સ્ક્રીન પર એ દેખાય! ઓગ્મેન્ટેડ રિયાલિટીની મદદથી તૈયાર થયેલી આ ગેમ જેવી બીજી એક ગેમ છે ‘કેચી વર્ડ્સ.’ અલબત્ત આ ગેમ રમવા માટે આપણે ઘરની બહાર નીકળવું પડતું નથી અને ગેમ નાનાં બાળકો માટે છે. તમારા એન્ડ્રોઇડ કે આઇફોનમાં આ ગેમ ઇન્સ્ટોલ કર્યા પછી એપ લોન્ચ કરશો એટલે ફોનનો કેમેરા ઓન થશે અને કેમેરાને ઘરમાં જ જુદા જુદા ખૂણામાં ઘુમાવતાં, ઘરના વાતાવરણમાં જુદા જુદા શબ્દો હવામાં ઘૂમતા જોવા મળશે. નીચેની તરફ એ અક્ષરો ‘પકડી’ને મુકવા માટેનાં બોક્સ જોવા મળશે. બાળકોએ ઘરમાં ‘જોવા’ મળતા વિવિધ અક્ષર કેચ કરીને તેમાંથી મીનિંગફૂલ શબ્દો બનાવવાના રહેશે. આમ રમતરમતમાં બાળકની વોકેબ્યુલરી ડેવલપ થશે અને શબ્દો કેચ કરવા તેણે ઘરમાં થોડી દોડાદોડી પણ કરવી પડશે.

 

 

 

ગેમ મજાની છે પરંતુ તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં ઓગ્મેન્ટેડ રિયાલિટીની સુવિધા હોવી જરૂરી છે. શબ્દો કેચ કરવાની મથામણમાં બાળક ક્યાંય અથડાઈ ન પડે કે ફોન ગબડાવે નહીં એ પણ ધ્યાન રાખવું પડશે!

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!