ધાનેરાના ધારાસભ્યે સરકારી નોકરીઓના ઉમેદવારોના વિવિધ મુદ્દાઓને લઇ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

- Advertisement -
Share

બિન સચિવાલયમાં જો કોઇ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 1500 થી વધુ જગ્યા ખાલી પડી રહેશે

 

ધાનેરાના ધારાસભ્યે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી નોકરીઓના ઉમેદવારોની વિવિધ માંગોને સ્વીકારવા માટે મંગળવારે રજૂઆત કરી છે.
લોક રક્ષક ભરતી 2022 રીમેરીટ અને મેરીટમાં પ્રતિક્ષા યાદી રાખવા બાબત, ક્લાર્ક, હેડ ક્લાર્ક ખાલી જગ્યા પર નિમણૂંક કરવા, આસી. ક્લાર્ક, બિન સચિવાલય કોમન જગ્યા પર વેઇટીંગ લીસ્ટ અથવારીસફલિંગ પ્રક્રીયા કરવા સહીતના ઉમેદવારોની વિવિધ માંગણીઓને લઇ લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.

 

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઇ પટેલ સરકારી નોકરીના ઉમેદવારોની વિવિધ માંગોને સ્વીકારવા, લોકરક્ષક ભરતી 2022 રીમેરીટ અને મેરીટમાં પ્રતિક્ષા યાદી રાખવા, ક્લાર્ક,
હેડ ક્લાર્ક તેમજ આસી.ક્લાર્કની કોમન ખાલી જગ્યા ઉપર નિમણૂંક આપવા, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્કની કોમન ઉમેદવારોની ખાલી જગ્યા પર વેઇટીંગ લીસ્ટ અથવા રીસફલિંગ પ્રક્રીયા કરવા જેવી બાબતોને લઇ મંગળવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પત્ર લખી રજૂઆત કરી છે.

 

ધારાસભ્ય નથાભાઇ પટેલે પત્રમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કમાં 3901 જગ્યા બહાર પડી હતી. અત્યારે બિન સચિવાલય ભરતી 150 નંબરમાં ડોક્યુમેન્ટ
વેરીફીકેશન 12 નું પરિણામ આવી ચૂક્યું છે. પણ હાલ ગુજરાતમાં સરકારની ઘણી બધી જેવી કે, પી.એસ.આઇ., એ.ટી.ડી.ઓ. અને ઘણી ભરતીઓમાં ઉમેદવારો 2-3 ભરતી પાસ થયા છે. કોમન ઉમેદવારોનો મોટો પ્રશ્ન ઉભો થાય છે.

 

ત્યારે ઉમેદવારોની માંગ છે કે, ‘ગૌણ સેવા પસંદગી આ મુદ્દાનું સુચારુ ઉકેલ લાવે ભરતીમાં જાહેર કરેલી જગ્યા 3901 ને સંપૂર્ણ પણે ભરી દેવામાં આવે અને રીસફલિંગ કરે જેથી અન્ય ઉમેદવારોને પણ તક મળે
ઉમેદવારોના 2225 લોકો એવા છે જે અન્ય પરીક્ષામાં પાસ થયા છે. સાથે જ બિન સચિવાલયમાં જો કોઇ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 1500 થી વધુ જગ્યા ખાલી પડી રહેશે જેનો કોઇ જ મતલબ નથી. ઉમેદવારોની આ માંગ સરકાર ત્વરીત રીતે સ્વીકારીને ઉમેદવારોને ન્યાય આપે તેવી ધારાસભ્યે ભલામણ કરી હતી.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!