દિયોદરના લુદરા પાસે નર્મદા કેનાલમાં પગ લપસતા શિક્ષક પાણીમાં ડૂબી જતા મોત

- Advertisement -
Share

દિયોદરના લુદરા પાસેથી પસાર થતી કેનાલમાં ગોલવી નવા ગામે શાળામાં આચાર્યમાં ફરજ બજાવતા જીવર વૈષ્ણવનું કેનાલમાં ડુબવાથી મોત થયું હતું. ભારે જહેમત બાદ તરવૈયાની મદદથી કેનાલમાંથી શિક્ષકની લાશને બહાર નીકાળી દિયોદર રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડાઇ.
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લુદ્રા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક શિક્ષક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. દિયોદરના ગોલવી નવા ગામે શાળા આચાર્ય તરીખે ફરજ બજાવતા જીગર વૈષ્ણવ આજે કેનાલમાં જવેરા પધરાવવા જતા શિક્ષકનો પગ લપસતા પાણીમાં ગરકાવ થયા હતા.
ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાં પડેલ શિક્ષકની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ ભારે જહેમત બાદ તરવૈયાની મદદથી કેનાલમાં પડેલ શિક્ષક જીગર વૈષ્ણવ બહાર નિકાળવામાં આવ્યા હતા. પરંતુ કેનાલમાં પડી જવાથી શિક્ષક જીગર વૈષ્ણવનું મોત નિપજ્યુ હતું. શિક્ષકનું કેનાલમાં પડી જવાથી મોત થતા દિયોદર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. જે બાદ તાત્કાલિક દિયોદર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક શિક્ષકની લાશને પી.એમ અર્થે દિયોદર રેફરલ ખાતે ખસેડાઈ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!