સરકારી હોસ્પિટલઓ દર્દીઓથી ફૂલ થઈ રહી છે. કેટલીક હોસ્ટેલમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરાઇ રહ્યા છે. પણ ગત વર્ષથી રેલવે દ્વારા ટ્રેનના 19 કોચને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા.
File Photo
ગુજરાતીમાં કહેવત છે કાંખમાં છોકરું ને ગામમાં ગોતા ગોત..જી હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સરકારી હોસ્પિટલઓ દર્દીઓથી ફૂલ થઈ રહી છે. કેટલીક હોસ્ટેલમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરાઇ રહ્યા છે. પણ ગત વર્ષથી રેલવે દ્વારા ટ્રેનના 19 કોચને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ નહી કરતા ધૂળ ખાઈ રહેલી હાલતમાં પડ્યા છે.
કોરોનાના વધતા કેસો ઓછા થતા નથી. અને દર્દીઓને હોસ્પીટલોમાં જગ્યા મળી રહી નથી. તેવા માં રેલ્વે દ્વારા ગતવર્ષે તૈયાર કરવામા આવેલા 19 જેટલા આઇસોલેશન વોર્ડ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસો વધે તો આઇસોલેશન માટે રેલ્વે દ્વારા કોચને આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ કરી શકાય તે ઉદેશથી આ વોર્ડ તૈયાર કરવામા આવ્યા હતા.
File Photo
એક હોસ્પીટલના રૂમમા હોય તેવી તમામ સુવીધાઓ સાથે એક વર્ષથી આ કોચ બનીને તૈયાર પડ્યા છે. પરંતુ આજદિન સુધી તેનો ઉપયોગ કરવામા આવ્યો નથી. સંક્રમણ ન થાય તે માટે કોચની અંદરના અલગ પ્રકારના વોશબેઝિનના નળ અને ટોઇલેટને બાથરૂમમાં કન્વર્ટ કરવામા આવ્યા હતા. ઉપરાંત મોસ્કીટો નેટ પણ લગાવવામા આવી હતી. પરંતુ હવે તમામ કોચ ખસ્તે હાલ જોવા મળી રહ્યા છે.
File Photo
ટેક્ષ પેયર પ્રજાના રૂપિયાથી બનાવવામા આવેલા આ કોચ પહેલા તો ખોખરા રેલવે યાર્ડમાં રાખવામાં આવ્યા હતા પણ હાલમા તે ડીઆરએમ ઓફિસની પાછળ આવેલ યાર્ડમાં પડ્યા છે. જેને કદાચ હવે કોઈ જોવા પણ જતું નથી. મહત્વનું છે કે સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી જતા તકેદારીના ભાગરૂપે તંત્રએ ખાનગી હોસ્પિટલ સાથે બેડ ફાળવવા આદેશ કર્યા છે.
File Photo
દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બની રહ્યા છે ત્યારે ગત વર્ષે કોરોનાના સંક્રમણ કેસોને વધતા આંકડાને ધ્યાને લઇ આ કોચને વોર્ડમાં કન્વર્ટ તો કરી દેવાયેલા આ વોર્ડનો ઉપયોગ થાય તે જરૂરી છે. જોકે, તંત્ર આ કોચનો કેટલો ઉપયોગ કરે છે તે તો હવે જોવું જ રહ્યુ