ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ : 11 દિવસમાં જ 8 વખત રેકોર્ડ સર્જાયો, એપ્રિલ મહિનામાં આ રેકોર્ડ તૂટવાની ભીતિ

- Advertisement -
Share

ગુજરાતમાં રોજે રોજ કોરોનાની રફ્તાર વધુ તેજ ચિંતાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ કોરોનાએ નવો રેકોર્ડ સર્જ્યો છે. ગુરૂવાર સાંજ સુધીના વિતેલા 24 કલાકમાં અને એપ્રિલના પ્રથમ દિવસે અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોધાયા છે. બીજી તરફ આજે કોવિડ-19ના કારણે વધુ 9 દર્દીના મોત થયાં છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં જ કોરોનાએ કુલ 8 વખત દૈનિક વધુ કેસ નોધાવાનો રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા 7 દિવસથી રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોધાઈ રહ્યાં છે. જેમાં 2200થી વધુ કેસ 4 વખત અને 2100, 2300 અને 2400થી વધુ કેસ 1-1 વખત નોધાયા છે.

ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 3,10,157એ પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 4,528 નાગરીકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 2,015 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 2,92,584 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જોકે ગુજરાતનો રિકવરી રેટ ઘટીને અત્યારે 94.35 ટકાએ આવી ગયો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 12,996 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 155 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

જૂન-જુલાઈ 2020માં કોરોનાએ રફ્તાર પકડી અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીના સૌથી વધુ વિક્રમજનક 40,900 કેસ નોંધાયા હતા. સરકારે કબુલ્યું છે કે, વધુ સંખ્યામાં કેસ નોંધાવાનું પ્રમાણ હજુ એપ્રિલ-2021 સુધી રહી શકે છે. સરકારની આ કબુલાત સાચી ઠરશે તો એપ્રિલ સૌથી વધુ કેસ નોંધાવાનો મહિનો બની સપ્ટેમ્બર-2020માં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!