ડીસાની સિવિલમાં રેમડેસિવર ઈજકેશન માટે લાંબી લાઈનોને લઈને AAP દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

- Advertisement -
Share

ડીસા શહેરમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે ડીસાનું વહીવટીતંત્ર કોરોના દર્દીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઉપયોગી રેમડેસીવર ઈન્જેક્શન લઈને ડીસા સિવિલ હોસ્પિટલમાં સત્તાધિશોની મનમાની ચાલતી હોય તેવા દદીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

 

 

 

 

રેમડેસીવર ઈન્જેક્શનની કાળાબજારી અટકાવવા માટે ઓનલાઈન ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં જે હોસ્પિટલમાં દર્દી દાખલ હોય અને રેમડેસીવર ઈન્જેક્શનની જરૂર હોય તો ઓનલાઇન એપ્લીકેશન કરવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાં સંબંધીઓને ડોક્યુમેન્ટનાં આધારે ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.

 

 

 

 

પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન એપ્લાય કર્યા બાદ પણ બેથી ત્રણ દિવસ સુધી રેમડીસવર ઇંજેક્શન મળતા ના હોઈ સિવિલ હોસ્પિટલની બહાર ઈન્જેકશન લેવા માટે સવારથી લાઈનો લાગી રહી છે અને લોકો આવી તપતી ગરમીમાં પણ ઈન્જેકશન મેળવી દર્દીને બચાવા માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

 

 

 

 

ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ઓનલાઇન અપ્લાય કર્યા બાદ તુરંત દર્દીને રેમડેસિવર ઈજકેશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા નાયાબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે-સાથે કોરોનાના નવો રોગ મ્યુકર માયકરકોસિસના પણ ડીસા શહેરમાં દર્દીઓને બહાર સારવાર ના લેવી પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, વોર્ડ નંબર 4ના નગરસેવક વિજયભાઈ દવે, હાર્દિક ઠક્કર, એડવોકેટ મુસતિક મેમણ, રવિભાઈ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!