રણવીર સિંહે ક્યારેક ચોટી તો ક્યારેક અતરંગી સ્ટાઇલથી મચાવે છે ખલબલી

- Advertisement -
Share

બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. રણવીર સિંહ આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે. બેન્ડ બાજા બારાતથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર રણવીર સિંહ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારો પૈકી એક છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. રણવીર સિંહ પોતાની ફિલ્મોની સાથે અતરંગ ફેશન સેન્સને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. આજે રણવીર સિંહનો જન્મદિવસ છે તો ચાલો તમને બતાવીએ તેમના અમુક એવા જ લુક્સની ઝલક. સાથે જ જણાવશું તેમની અને દિપીકા પાદુકોણની લવસ્ટોરી વિશે.

[google_ad]

 

રણવીર સિંહનો જન્મ 6 જુલાઇ, 1985માં મુંબઇમાં થયો હતો. ખૂબ ઓછા લોકો જાણે છે કે, રણવીર, બોલીવૂડના એવરગ્રીન એક્ટર અનિલ કપૂરના સંબંધી છે. રણવીર સિંહના પિતા અને અનિલ કપૂરની પત્ની પિતરાઇ ભાઇ-બહેન છે.

[google_ad]

 

 

રણવીર સિંહે પોતાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એકદમ ફંકી જીન્સ પહેર્યુ છે અને સાથે જ ડેનીમનું અજીબ જેકેટ પહેર્યુ છે. બ્રાઉન કલરની હેટ તેના લુકને થોડો વિયર્ડ બનાવે છે.

[google_ad]

 

અભિનેતા રણવીર સિંહે કહ્યું કે, જ્યારે તેમણે પોતાની પસંદગીની સ્ટાઇલ અપનાવવાની શરૂઆત કરી ત્યારથી તેણે લોકો દ્વારા તેના ફેશન પર જજ કરવા અંગેની ચિંતા છોડી દીધી છે.

[google_ad]

 

 

રણવીરે હંમેશા તે વાત સ્વીકારી છે કે દીપિકાને ઇમ્પ્રેસ કરવામાં તેમને ખૂબ મહેનત કરવી પડી હતી. રણવીરે લગ્ન પહેલા પણ દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ ક્યારેય નથી છુપાવ્યો.

[google_ad]

 

તેમણે વધુમાં જણાવ્યું કે, તેણે દીપિકા પાદુકોણને 6 મહીના સુધી ડેટ કરી હતી, ત્યારે દીપિકાએ લગ્ન માટે હા પાડી હતી.

[google_ad]

 

રણવીર સિંહે હજારો લોકો વચ્ચે સ્ટેજ પર કહ્યું હતું કે, તારી સાથે લગ્ન કર્યા બાદ સતત બીજા વર્ષે મને એવોર્ડ મળ્યો છે. તું મારા માટે ખૂબ લકી છો. તેણે કહ્યું કે, તું મારા ઘરમાં લક્ષ્મી છો.

[google_ad]

 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ગોલિયો કી રાસલીલા રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી સુપરહીટ ફિલ્મોમાં એક સાથે કામ કર્યુ છે.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!