એ.સી.બી. ની સફળ ટ્રેપથી 1,50,000 ની લાંચ લેતા 2 આરોપીઓ ઝડપાયા

- Advertisement -
Share

ગુનો બન્યા તા: 26/03/2021

ગુનાનું સ્થળ: ત્રીજો માળ ,સુપ્રિટેન્ડન્ટ CGSTની ઓફિસમાં, ડિવિજન ઓફિસ-6 દક્ષિણ સીમા હોલની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ.

 

 

આ કામના ફરિયાદી ઓનલાઇન રીટેઇલ ફર્નિશિંગનું કામ કરે છે. જેમાં તેઓ માલ ઇમ્પોર્ટ કરી મંગાવે છે.

ઇમ્પોર્ટ કરેલા માલ સામે લેવાની થતી ઇમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ(આઇ.ટી.સી.) તેને ચુકવવાના થતાં જી.એસ.ટી સામે મજરે લેવા બાબતે આરોપી નંબર (1) તથા (2) એકબીજાના મેળાપીપણમાં ફરીયાદી પાસેથી રૂ 5,00,000/- ની માંગણી કરી.

 

 

રકજકના અંતે રૂ 1,50,000/- નક્કી થયેલ ત્યારબાદ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ.

જે અનુસંધાને લાંચના છટકાનું આયોજન કરેલ જે આક્ષેપિત નં-2 એ આક્ષેપિત નં-1 મારફતે લાંચની રકમ લેવડાવી આક્ષેપિત 1 તથા 2 હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે પકડાઇ જતા આરોપીઓને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

 

 

આક્ષેપિત: (1) પ્રકાશભાઇ યશવંતભાઇ રસાણીયા, ઉ.વ.53, વર્ગ-2, સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ, ડિવિઝન-6, સીમા હોલની બાજુમાં સેટેલાઇટ, અમદાવાદ.

(2) નિતુસિંહ અનિલ ત્રિપાઠી,ઉ.વ.35, વર્ગ-1 જોઈન્ટ કમિશ્નર CGST ઓફિસ, ડિવિઝન-6, સીમા હોલની બાજુમાં, સેટેલાઇટ, અમદાવાદ

 

 

ટ્રેપીંગ ઓફીસર:

આર.જી.ચૌધરી,
પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ શહેર,

સુપર વિઝન અધિકારી-

કે.બી.ચુડાસમા,મદદનીશ નિયામક, એ.સી.બી.અમદાવાદ એકમ

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!