પાલનપુરમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ફાસ્ટ ટેગ મામલે વિરોધ દર્શાવ્યો

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના સ્થાનિક લોકો આજે ફાસ્ટ ટેગ મામલે વિરોધ દર્શાવી રહ્યા છે. આબુરોડ પાલનપુર હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ફાસ્ટ ટેગ મામલે વિરોધ દર્શાવી તાત્કાલિક ધોરણે સર્વિસ રોડ તેમજ સ્થાનિક લોકો પાસેથી ટોલ ન ઉઘરાવવા માટેની રજૂઆત કરી હતી.

 

 

કેન્દ્ર સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 15 ફેબ્રુઆરીથી ફાસ્ટેટ ફરજિયાત કર્યું છે. ફાસ્ટ મામલે સ્થાનિક લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. પાલનપુરથી આબુરોડ તરફ જતા નેશનલ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે.

આ ટોલ પ્લાઝાની આસપાસના 20 ગામોની અવરજવર હોઈ આ ગામના લોકોને ફાસટેગના કારણે નાણાં ચૂકવવો પડે છે. સ્થાનિક લોકોની માગણી છે કે અગાઉ પણ નેશનલ હાઇવે ઓથોરિટી પાસે સર્વિસ રોડની માંગણી કરેલી છે. પરંતુ સર્વિસ રોડની માંગણી પૂર્ણ કરી નથી.

 

સરકારે ફાસ્ટ ટેગ ફરજીયાત કર્યું છે તેના કારણે 20 ગામના લોકોને મોટી હાલાકી પડી રહી છે. સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને કાંતિભાઈ ખરાડી આગેવાની સાથે આજે મોટી સંખ્યામાં ગામના સરપંચ અને આગેવાનો ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા.

 

 

જ્યાં તેઓએ આગ્રહ પૂર્વક સર્વિસ રોડ બનાવવા માટેની ઉગ્ર માંગ કરી હતી. ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

 

 

ધારાસભ્યો સાથે જોડાયેલા સરપંચોને સ્થાનિક લોકોની માંગણીને લઇને નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારીઓ પણ પહોંચ્યા હતા. તેઓએ સ્થાનિક લોકોની માંગણીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આવતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!