પાલનપુરમાં ભારે ટ્રાફીક ત્યાં ટુલેન બ્રિજ : ભારે વાહનોની અવર-જવર ઓછી ત્યાં ફોરલેન હાઇવે

- Advertisement -
Share

ગુજરાતનો પ્રથમ થ્રી લેગ એલીવેટેડ આર.ટી.ઓ. બ્રિજની કમજોર કડી સ્ટ્રક્ચર બન્યા બાદ સામે આવી

 

પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પર થ્રી લેગ એલીવેટેડ બ્રિજનું પાછલા દોઢ વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આગામી મે માસમાં બ્રિજ ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. જોકે, બ્રિજનું પ્રારંભિક સ્ટ્રક્ચર સામે આવ્યા બાદ બ્રિજની સૌથી મોટી કમજોર કડી સામે આવી છે.

પાલનપુર આબુ હાઇવે પર જ્યાં સૌથી વધુ ભારે વાહનોની અવર-જવર છે તેવા ટ્રેક પર બ્રિજ સાંકડો બનાવવામાં આવ્યો છે. તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, માત્ર 2 લેન બ્રિજની ડીઝાઇન આવનાર સમયમાં ભારે વાહનો માટે અડચણ રૂપ સાબિત થશે.
જેની સામે સામેના છેડે અંબાજી હાઇવે પરનો બ્રિજ ફોર લેન બનાવવામાં આવ્યો છે. સૌપ્રથમ બ્રિજની ડીઝાઇન જ્યારે સામે આવી ત્યારે આ બાબત અંગે આંશિક હંગામો થયો હતો. પરંતુ હવે જ્યારે સ્ટ્રક્ચર બનીને તૈયાર થઇ રહ્યું છે. બ્રિજની વાસ્તવિક સ્થિતિ જોઇ શહેરીજનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

 

આબુ હાઇવે પર વેપાર કરતાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ‘બ્રિજ સાંકડો હોવાથી મોટાભાગના ટ્રેલર અને ટેન્કર સહીતના ભારે વાહનો નીચેથી જ આબુ હાઇવે અવર-જવર કરશે કારણ કે, ભારે વાહનો બ્રિજ પર ચઢવાનું માંડી વાળશે. જ્યારે જેમને અંબાજી તરફ જવું છે તેવા વાહનો જ બ્રિજ પર ચઢશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!