ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના કર્મચારી ગ્રેડ પેની માંગ લઇને ધરણાં પર ઉતર્યાં

- Advertisement -
Share

 

ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે બાબતે લઇને અનેક આંદોલનો કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ આંદોલન મોકૂફ રખાયો હતો. ત્યારે ગુરૂવારે ફરી ડીસા ઉતર પોલીસનો કર્મચારી ગ્રેડ પેની માંગ અમદાવાદ સસ્પેન્ડ મહીલા સાથે થયેલ અન્યાયને લઇ તેમના સમર્થનમાં ધરણાં પર ઉતર્યાં હતા.

 

 

ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે બાબતે પોલીસ કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસની માંગણીઓને લઇ આંદોલન મોકૂફ રખાયું હતું.

 

 

પરંતુ પોલીસની માંગણીઓ હજી સુધી ન સંતોષાતાં ગુરૂવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ ઉત્તર પોલીસ સ્ટેશનના કર્મચારી અશોકભાઇ દેસાઇ દ્વારા ફરી આંદોલનની શરૂઆત કરાઇ હતી.

 

ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર અશોકભાઇ દેસાઇ દ્વારા અમદાવાદ સસ્પેન્ડ મહીલા પોલીસ કોન્સ્ટેબલ નિલમબેન સાથે થયેલ અન્યાયને લઇને તેમના સમર્થનમાં અને ગ્રેડ પે ની માંગ સાથે ડીસા સબજેલની આગળ ધરણાં પર ઉતર્યાં હતા.

 

પોલીસ કર્મચારી ધરણાં પર ઉતરી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી. ડીસા ઉત્તર પોલીસના પી.આઇ. જે.વાય.ચૌહાણ અને ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ગ્રેડ પેને લઇ ધરણાં પર બેઠેલ પોલીસ કર્મચારી અશોકભાઇ દેસાઇની બળજબરીપૂર્વક ધરણાં પરથી અટકાયત કરી ડીસા ઉત્તર પોલીસ મથકે લઇ જવાયો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!