પાલનપુરના દલવાડાનો એક યુવક છેલ્લા 20 વર્ષથી નવરાત્રિમાં એક પગે ઉભો રહી આદ્ય શક્તિની ઉપાસના કરે છે

- Advertisement -
Share

9 દિવસ માત્ર ચા અને પાણી પર જ નિર્ભર કરે છે

 

ગુજરાત સહીત સમગ્ર દેશભરમાં નવરાત્રિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. માઇભક્તો માંની આરાધના સાથે ગરબે ઘૂમી રહ્યા છે. જયારે અનેક ભક્તો નકોડા ઉપવાસ કરી માંની સાધના કરી રહ્યા છે.
ત્યારે પાલનપુરનો એક યુવક છેલ્લા 20 વર્ષથી દરેક નવરાત્રિમાં નકોડા ઉપવાસની સાથે એક પગે ઉભો રહીને માતાજીની આરાધના કરી રહ્યો છે.

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો સુરેશભાઇ ચૌહાણ નવરાત્રિ દરમિયાન માતાજીની વિશેષ સાધના કરે છે.
વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે આ યુવક માત્ર હીંચકામાં દોરડાના સહારે એક પગે ઉભા રહીને માતાજીની ભક્તિ કરે છે.
તેનો પરિવાર તેની સેવામાં અવિરત કાર્યરત રહે છે. સુરેશભાઇ સતત 9 દિવસ સુધી એક પગ પર ઉભા રહી માત્ર પાણી અને ચા પી સતત માળા જપે છે. દોરડાના હીંચકા પર જ સૂઇ જાય છે અને આરામ કરે છે.

આ યુવક દિવસભર માતાજીના નામનું રટણ કરે છે. ત્યારે કોઇ અનોખી શક્તિથી આ બધું શક્ય હોય એમ તેઓ જણાવી રહ્યા છે.

આ અંગે સુરેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવી જોઇએ. ત્યારે હું છેલ્લાં 20 વર્ષથી એક પગે ઉભા રહીને માતાજીની આરાધના કરું છું.
નકોડા ઉપવાસ કરીને અને શરીરને કસ્ટ આપીને મારા કુટુંબ, પરિવાર, ગામ અને વિશ્વના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું. 20 વર્ષથી એક પગે ઉભા રહીને અખંડ સાધના કરી રહેલો આ યુવક આવનારા સમયમાં પણ આ જ પ્રમાણે માતાજીની આરાધના ચાલુ રાખશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!