પાલનપુર-ડીસા હાઇવે પર પાણીની બોટલો ભરેલો ટેમ્પો પલટાતા અકસ્માત સર્જાયો

- Advertisement -
Share

પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગુરૂવારે શટલ ટેમ્પાનો ચાલક દિયોદરથી પાણીની બોટલો ભરી પાલનપુર તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પો ડીવાઇડર ઉપર ચડી જતાં પલ્ટી ખાઇ ગયું હતું. જેથી પાણીની બોટલો રોડ પર પટકાતાં રેલમછેલ થઇ ગઇ હતી.

 

[google_ad]

 

 

જોકે, શટલ ટેમ્પાના ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

[google_ad]

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગુરૂવારે દિયોદરથી શટલ ટેમ્પાનો ચાલક પાણીની બોટલો ભરી પાલનપુર તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન ટેમ્પાના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટેમ્પો ડીવાઇડર ઉપર ચડી જતાં પલ્ટી ખાઇ જતાં અફરા-તફરી સર્જાઇ હતી.

[google_ad]

 

 

આ બનાવમાં ટેમ્પામાં ભરેલી પાણીની બોટલો રોડ પર ઢોળાઇ ગઇ હતી. જોકે, શટલ ટેમ્પાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જ્યારે અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનીની ઘટના ટળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!