જેમાં ગામના તમામ નાગરિકોએ અદમ્ય ઉત્સાહ અને સેવાભાવના સાથે બ્લડ ડોનેશન કરી આ નેક કામમાં સાથ આપ્યો હતો. દરેક ડોનેટરને પાંચ લાખનો અકસ્માત વીમો આપવામાં આવ્યો.
પાલનપુર ઈંફર્મેશન ટેકનોલોજી એસોસિએશન દર રવિવારે આ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જુદા જુદા ગામડાઓમાં કરી સેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે હવે પછીનો બ્લડ કેમ્પ 23 માર્ચ ‘શહીદ દિવસે’ આકેસણ મુકામે યોજાશે.
કુંભાસણમાં પશુ સમાધી સેવા ગ્રુપ ચલાવતા એ જ ગામના સેવાના જીવ ધીરજભાઈ પરીખે બ્લડ બેંકના સ્ટાફ અને એસોસિયેશનના સભ્યોને મીસ્ટ સ્પ્રેયર અને માસ્કની કીટ આપવામાં આવી હતી.
From – Banaskantha Update