ત્રણ વર્ષથી મહેનત અને પરિશ્રમ કરતી મગરવાડા ગામની રાજપૂત સમાજની દિકરી અંજલી બાનુ સપનુ થયુ સાકાર.
વડગામ બાવન વાટા રાજપૂત સમાજનું મગરવાડા ગામની દિકરી પ્રથમ BSFમાં પસંદગી પામી છે BSFમાં પસંદગી થતાં અંજલી બાનુ સપનું પુર્ણ થતા પરિવાર મા ખુશીનો માહોલ.
વડગામ તાલુકાના મગરવાડા ગામના અને પાલનપુરમાં મેવાડા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દલપતસિંહ સોલંકીની દિકરી અંજલી BSFમાં પસંદગી થતાં વડગામ બાવન વાટા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું હતું.
બાવન વાટા રાજપૂત સમાજમાં 105 ગામ મગરવાડાની પ્રથમ રાજપૂત સમાજની દિકરી BSFમાં પસંદગી પામી હતી અંજલી 2018 ના રોજ આનલાઈન પરિક્ષા માટે ફોર્મ ભર્યું હતું ત્યાર બાદ 2019માં પ્રેકટીકલ લેવાયું હતું ત્યાર બાદ 2020 મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવી હતી અને 2021માં પસંદગી પામી છે.

ત્યારે સ્ટાફ સિલેક્સન બોર્ડ દ્વારા BSF પસંદગી પામતાં પંજાબ ખાતે ટેર્નીગમાં જોડાસે મગરવાડા ગામ અને બાવનવાટાના રાજપૂત સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું હતું.
From – Banaskantha Update