ડીસામાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળતા ચકચાર : પરિવારજનોએ હત્યા થઈ હોવાના કર્યા આક્ષેપો

- Advertisement -
Share

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે જેના લીધે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ગઈ કાલે ધૂળેટી પર્વની રાત્રે શહેરના બેકરી કુવા વિસ્તારમાં એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે.

 

 

આ મામલે પોલીસે મૃતકની લાશને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવા આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ અંગે મૃતક યુવકના પરિવારજનોએ આ યુવકની હત્યા થઈ હોવાના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.

 

 

ડીસા શહેરના બેકરી કુવા વિસ્તારમાં રહેતા અને શાકભાજીની ગાડી ચલાવી ગુજરાન ચલાવતા દસરથજી આંબાજી માળીની ગઈકાલે રાત્રે શહેરના બેકરી કુવા વ્હોલ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં લાસ મળતાં ચકચાર મચી ગઈ છે જેની જાણ પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

 

 

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ સ્થળે દોડી આવી હતી આ મામલે પોલીસે યુવકના મૃતદેહને પી.એમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યારે આ મામલે મૃતકના પરિવારજનોએ ત્રણ શખ્સોના નામ આપી તેમના દ્વારા જ યુવકની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

 

 

જોકે આ મામલે પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!