ડીસામાં આમ આદમી પાર્ટીએ હનુમાન ચાલીસના પાઠ ભણી પ્રચારની શરૂઆત કરી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારોએ પ્રચાર શરૂઆત કરતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રચારની શરૂઆત કરી હતી.

 

 

બનાસકાંઠા જિલ્લા ત્રણ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.ત્યારે ડીસામાં 11 વોર્ડ પર 44 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ તેમજ બી.એસ.પી સહિત અપક્ષ સાથે 152 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

 

 

ત્યારે આગામી 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ની અનોખી પહેલ કરવામાં આવી હતી. ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે આવેલ હનુમાન મંદિરે આપના 21 ઉમેદવારોએ પ્રચાર શરૂઆત કરતા પહેલા હનુમાન ચાલીસાના પાઠ કરી હનુમાન મંદિરે રામ મંદિર નિર્માણ માટે 1100 નો ચેક આપી પ્રચારની શરૂઆત કરી હતી.

 

 

મેનિફેસટો જાહેર કર્યો હતો.9 ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યા હતા..જેમાં 1 શિક્ષણ 2 આરોગ્ય 3 વેરાઓ 4 પર્યાવરણ 5 પાર્કિગ અને જાહેર પરિવહન 6 જન સુવિધા 7 ભ્રષ્ટાચાર મુક્તિ અને પારદર્શિતા 8 સાંસ્કૃતિક અને રમત ગમત 9 અન્ય જેવા નવ ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!