બનાસકાંઠાના આ ગામે બળદ અને ઊંટ ગાડીમાં નીકળેલી જાન લોકોનું આકર્ષણ કેંદ્ર બની

- Advertisement -
Share

બનાસકાંઠામાં શિયા ગામે વોરા સમાજના એક પરિવાર દ્વારા સાદાઈથી લગ્નની જાન જોડવામાં આવી હતી. જૂની પરંપરા મુજબ આ વોરા સમાજના પરિવાર દ્વારા બળદ ગાડા તેમજ ઊંટ ગાડીમાં જાન જોડવામાં આવી હતી.

 

 

જીવનમાં લગ્નને લઇ ધનિક પરિવારો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. મોંઘી ગાડીઓમાં વરરાજા તેમજ જાનૈયા લગ્ન માટે જાન જોડી જતાં હોય છે.

 

 

જોકે વર્ષો પહેલા બળદ ગાડા તેમજ ઊંટ લારી, બગી સાણગારીને જાન લઇ જવામાં આવતી હતી. સમય બદલાતા હવે રોડ રસ્તા બની જતા અને લોકો હવે ડીજે તાલે મોંઘી ગાડીઓમાં જાન લઈ જતા હોય છે.

 

 

હાલના કોરોના સમયે સરકારની તમામ ગાઈડ લાઇન મુજબ શિયા ગામમાં સરપંચને ત્યાં જાન આવી હતી. બળદ અને ઊંટ ગાડામાં આવેલી જાનને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બળદ ગાડામાં આવેલી જાનમાં માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

 

 

ત્યારે હાલના સમયે મોંઘા લગ્ન થઈ રહ્યાં છે. લોકો લાખોનો ખર્ચ કરતા હોય છે લગ્નમાં ત્યારે આ વોરા પરિવારે સાદાઈથી લગ્ન કરી આજના યુવાનો અને સમાજને નવી રાહ બતાવી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!