વિવાહના અભિનેતાનું નિધન : હંસલ મેહતાએ સસરાને આપી શ્રદ્ધાંજલિ

Share

બોલિવુડ અને ટીવીના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું શુક્રવારે અવસાન થયું છે. ડાયરેક્ટર હંસલ મેહતાએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણ કરી હતી. યુસુફ, હંસલ મેહતાના સસરા હતા. તેવામાં હંસલે તેમને શ્રદ્ધાંજલિ આપતી એક ઈમોશનલ નોટ શેર કરી છે. હંસલ મેહતા ઉપરાંત મનોજ બાજપેયીએ પણ યુસુફ હુસૈનને યાદ કર્યા છે.

[google_ad]

આ અંગે હંસલ મેહતાએ પોતાની નોટમાં લખ્યું હતું કે, ‘મેં શાહિદના 2 શેડયુલ પૂરા કરી લીધા હતા અને અમે અટકાયેલા હતા. હું પરેશાનીમાં હતો. ફિલ્મકાર તરીકે મારી કરિયર પૂરી થવાની હતી. ત્યારે જ તેઓ આવ્યા અને બોલ્યા મારા પાસે એક ફિક્સ્ડ ડીપોઝીટ છે. જો તું પરેશાનીમાં હોય તો તે મારા કોઈ કામની નથી. તેમણે એક ચેક સાઈન કરીને મને આપ્યો. આવા હતા યુસુફ હુસૈન. મારા સસરા નહીં પણ મારા પિતા. જો જિંદગીનું કોઈ સ્વરૂપ હોત તો તે કદાચ તેમના રૂપમાં જ હોત.’

 

From – Banaskantha Update


Share