ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં ધીમે ધીમે દર વર્ષે શિયાળું સીઝનમાં બટાકાના વાવેતરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ચાલુ સાલે ખેડૂતોએ 2000 થી 2500 રૂપિયાના ભાવનું બિયારણ લાવી બટાકાનું વાવેતર કર્યું હતું.
જોકે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોવાથી હાલમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ત્યારે સરકાર દ્વારા બટાકાના પોષણ સમભાવ તેમજ ટેકાના ભાવ આપવા અંગે આજે ખેડૂત કાંતિ યુનિયન ભારત દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ચાલુ સાલે શિયાળો સિઝનમાં મોટાભાગના ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું મોંઘા ભાવનું બિયારણ લાવી બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને હાલમાં બટાકાના યોગ્ય ભાવ ન મળતાં હોવાને લીધે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે ખેડૂતોને બટાકામાં મોટું નુકસાન ન થાય તે માટે શુક્રવારે ખેડૂત કાંતિ યુનિયન ભારત ગુજરાત દ્વારા ડીસા શહેરના બનાસ પુલ નજીક આવેલા મહાકાળી મંદિરથી નાયબ કલેકટર કચેરી સુધી ખેડૂતોએ રેલી યોજી ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ખેડૂતોએ સરકાર દ્વારા બટાકાના પોષણ સમભાવ તેમજ ટેકાના ભાવ આપવામાં આવે તે અંગે રજૂઆત કરી હતી કે જો સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
From – Banaskantha Update