‘રામ રાખે તેને કોણ ચાખે’ : હિંમતનગરના ગાંભોઇમાં એક ખેતરમાં જમીનમાં દાટેલી જીવતી નવજાત બાળકી મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણ પોષણ કરી શકે તેમ ન હતા : ડાંગરવા ગામથી માતા-પિતાની અટકાયત કરાઇ : પોલીસે 3 ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી

 

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના ગાંભોઇમાં આવેલા જી.ઇ.બી. નજીકના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી જીવતી નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

તે બાળકીના માતા-પિતા મળી આવ્યા છે. માતાએ સ્વીકાર્યું છે કે, તેણે જ બાળકીને નજીકના ખેતરમાં દાટી દીધી હતી.

પરિવારની આર્થિક સ્થિતિ નાજૂક હોવાને કારણે તેઓ બીજા બાળકનું ભરણ પોષણ કરી શકે તેમ ન હતા. જેથી બાળકીને દાટી દેવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
કડી તાલુકામાં આવેલ નંદાસણની નજીક ડાંગરવા ગામથી માતા-પિતાની અટકાયત કરાઇ છે. તેઓ છેલ્લા 15 દિવસથી સાસરી ગાંભોઇમાં આવ્યા હતા. આ અંગે ગાંભોઇ પોલીસે અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી છે.

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, હીતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહીલાને માટીમાં કંઇક હલતું દેખાતાં તેણે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

 

ત્યાં ખોદતાં જમીનમાંથી નવજાત બાળકી મળી આવી હતી. દાટેલું નવજાત શિશુ જીવિત હોવાની જાણ થતાં લોકોમાં જેને ‘રામ રાખે તેને કોણ ચાખે’ વાળી ચમત્કૃતિની લાગણી ફેલાઇ હતી.

 

જેના પગલે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરાઇ હતી. આ ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોએ તેના માવતર સામે રોષ વરસાવ્યો હતો.

 

જીવિત નવજાત શિશુને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. ત્યારે આ અંગે ગાંભોઇ પોલીસને જાણ કરતાં તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ અંગે 108 વાન સાબરકાંઠાના સુપરવાઇઝર જૈમિન પટેલે જણાવ્યું હતું કે, ‘ગાંભોઇમાં સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે, ગાંભોઇમાં જી.ઇ.બી. નજીકના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે.
જેથી 108 વાન એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 વાન એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઇ હતી અને બી.વી.એમ. દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.’

 

આ અંગે મુખ્ય જીલ્લા તબીબી અધિક્ષક ડો. એન.એમ. શાહે બાળકી જીવી ગઇ તે અંગે જણાવ્યું હતું કે, ‘નાળ-એમ્બેલિક્લ કોર્ડ સાથે હોવી જોઇએ અથવા માટીનું આવરણ ઓછું અને સમય જેવા કારણ હોઇ શકે છે. નાળના કારણે નવજાતને ઓક્સિજન મળતો રહે છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!