પાલનપુરમાં બાઇક ચોરી થતાં ગ્રાહકને વ્યાજ સાથે રૂ. 61,000 ચૂકવવા વીમા કંપનીને જીલ્લા ગ્રાહક તકરાર નિવારણે હુકમ કર્યો

- Advertisement -
Share

2 વર્ષ પૂર્વે પાલનપુરમાંથી બાઇક ચોરી થતાં ગ્રાહક દ્વારા વીમા કંપનીમાં ક્લેઇમ કરતાં ન મંજૂર કર્યો હતો

 

પાલનપુરમાંથી 2 વર્ષ પૂર્વે એક યુવકનું બાઇક ચોરી થતાં વીમા કંપનીમાં વીમા માટે ક્લેઇમ કર્યો હતો. જોકે, વીમા કંપનીએ ક્લેઇમ ન મંજૂર કરતાં ગ્રાહક દ્વારા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરતાં પંચ દ્વારા વ્યાજ સાથે વીમાના રૂ. 61,000 ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં રહેતાં રમેશભાઇ લક્ષ્મીચંદભાઇ પટેલ પાલનપુરના એક શો-રૂમમાંથી બાઇક ખરીધ્યું હતું અને 5 વર્ષનું વીમા પ્રીમીયમ એક સાથે ચોલા મંડલમ, એમ.એસ.જનરલ
ઇન્સ્યુરન્સ કંપનીમાં ભર્યું હતું. ગત તા. 8 ઓક્ટોબર-2019 ના રોજ દુકાનની બાજુમાં પાર્ક કરતાં કોઇ અજાણ્યા શખ્સ બાઇક ચોરી ગયો હતો.

 

જેની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવી હતી. વીમા કંપનીમાં બાઇકનો ક્લેઇમ કર્યો હતો. જોકે, કંપનીએ ક્લેઇમ ન મંજૂર કરતાં બાઇક માલિકે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચના અધ્યક્ષ સમક્ષ

 

ફરિયાદ કરતાં એડવોકેટ રસીકલાલ એમ. મોઢની દલીલોને ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચના અધ્યક્ષ એ.બી.પંચાલ દ્વારા અરજદારને 9 ટકા વ્યાજ સાથે રૂ. 61,000 2 માસમાં એકાઉન્ટ પેના
ચેકથી ચૂકવવા હુકમ કરવા સાથે રૂ. 1,500 માનસિક ત્રાસ અને રૂ. 1,000 ખર્ચ મળી રૂ. 2,500 વધુ ચૂકવી આપવા હુકમ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!