રાજસ્થાનના સ્વરૂપગંજ નજીક લકઝરી બસ પલ્ટી ખાતાં 6 વ્યકિતઓ ઘાયલ

- Advertisement -
Share

અકસ્માતમાં ડ્રાઇવર સાથે 6 વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા

 

પૂણેથી મંગળવારે બપોરના સુમારે જોધપુર જઇ રહેલી લકઝરી બસના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં રાજસ્થાનના સ્વરૂપગંજ નજીક પલ્ટી ખાઇ ગઇ હતી.
જેને લઇ અફડા-તફડી મચી ગઇ હતી. અકસ્માતમાં 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, પૂણેથી જોધપુર જઇ રહેલી ખાનગી લકઝરી બસ મંગળવારે બપોરે આબુરોડથી શિરોહી તરફ જઇ રહી હતી.
ત્યારે લકઝરી બસના ચાલકે અચાનક કાબુ ગુમાવતાં બસ પલ્ટી મારી હતી. જેને લઇ અફડા-તફડી મચી ગઇ હતી. અકસ્માતને લઇ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બચાવ માટે કામગીરી હાથ ધરી હતી.

 

જોકે, ઘટનાની જાણ પી.એસ.આઇ. હરિસિંહ રાજપુરોહીત, ભાવરી ગામના તલાટી નારાયણલાલ અને બ્લોક મેડીકલ ઓફીસર ભૂપેન્દ્ર પ્રતાપસિંહને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 6 વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અકસ્માતમાં લકઝરી બસ ડ્રાઇવર જગદીશ ખિયારામ બાર્બર અને હુસૈનને પણ ગંભીર ઇજાઓ થઇ છે.

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!