એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : મહેસાણામાં એ.એસ.આઇ. લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

કોર્ટે ઇસ્યુ કરી ધરપકડ વોરંટ બાદ ફરિયાદીએ આરોપીને પકડવા એ.એસ.આઇ.નો સંપર્ક કર્યો હતો

 

મહેસાણા જીલ્લામાં વધુ એક લાંચીયા અધિકારી એ.સી.બી.ના ઝડપમાં આવી ગયા છે. ત્યારે આની અગાઉ પણ મહેસાણા જીલ્લામાં અનેક સરકારી બાબુઓ લાંચ લેતાં એ.સી.બી.એ ઝડપેલા છે.

તેમ છતાં હજુ પણ ક્યાંકને ક્યાંક કટકી બાજ અધિકારી ટેબલ નીચે રૂપિયા લેવાનું ભૂલતા નથી. ત્યારે વધુ એક જાગૃત નાગરીકે લાંચીયા અધિકારી સામે અવાજ ઉઠાવી એ.સી.બી.ને જાણ કરી લાંચ લેનાર અધિકારીને સબક શિખવાડી દીધો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, મહેસાણા જીલ્લામાં એક નાગરીકે નામદાર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 મુજબ કેસ કર્યો હતો. જે કેસના કામે નામદાર કોર્ટે પકડ વોરંટ કાઢ્યું હતું.

 

જે પકડ વોરંટની બજવણી કરી આરોપીને પકડવા માટે ફરિયાદીએ વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. કરણસિંહ મગનસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.
ત્યારે એ.એસ.આઇ. કરણસિંહે ફરિયાદી પાસે આ કામ કરવાની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતાં ન હતા. જેથી ફરિયાદીએ આ મામલે એ.સી.બી. ના ટોલ ફ્રી નં. 1064 પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.

 

જયારે ફરિયાદના આધારે વિજાપુરના વંદના સિનેમાની પાછળ એ.સી.બી.એ છટકું ગોઠવી ફરિયાદીએ આરોપી એ.એસ.આઇ. સાથે વાતચીત કરી હતી.
જ્યાં એ.એસ.આઇ. કરણસિંહે ફરિયાદી પાસે રૂ. 1000 ની લાંચ માંગી હતી અને રૂપિયા લેવા જતાં એ.સી.બી. ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

 

 

From-banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!