બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે વાવના દેથળી નજીક દારૂ ભરેલી ગાડી ઝડપી : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 4,89,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે મંગળવારે એક દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે દેથળી ગામના તળાવ નજીક
બાવળની ઝાડીમાથી કાર સહીત કુલ રૂ. 4,89,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વાવ પોલીસે કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાંથી ફરી એક વખત એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. એલ.સી.બી. પોલીસ મંગળવારે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન

 

ખાનગી બાતમીના આધારે સફેદ કલરની મારુતિ સ્વીફ્ટ કાર નં. GJ-01-RP-8046 માં દારૂ ભરી થરાદ તરફથી મોરખીયા ગામ રોડ ઉપરથી આગળ જનાર છે. જે બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે કારનો

 

પીછો કરતાં કારનો ચાલક દેથળી ગામના તળાવ નજીક એક બાવળની ઝાડીમાં તેના દારૂની કાર મૂકી ફરાર થઇ ગયો હતો. એલ.સી.બી. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી દારૂ મળી આવ્યો હતો.
જેમાં એલ.સી.બી. પોલીસે કુલ રૂ. 4,89,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વાવ પોલીસે કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!