પાલનપુર શહેરના વોર્ડ નંબર 9માં શનિવારે સવારે બેચરપુરા વિસ્તારમાં ઉમેદવારોના બેનર ઉતારતા હંગામો થયો હતો. નગરપાલિકાની ટીમ દ્વારા બેનર ઉતારવાની કાર્યવાહીને લઇને રોષ વ્યાપી ગયો હતો.
પાલનપુરમાં પાલિકાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક ઉમેદવારોએ પોતાના બેનર્સ મતદારોને રીઝવવા માટે લગાવ્યા છે. એવામાં પાલિકાની સેનીટેશન શાખાની ટીમ બેચરપુરા વિસ્તારમાં ટ્રેક્ટર લઈને પહુચી હતી જેણે જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગ પર લગાવેલા બેનર ઉતારી દીધા હતા.
બેનર ઉતારવાની કામગીરીના પગલે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને “અમારા બેનર કોના કહેવાથી ઉતારવામાં આવી રહ્યા છે” તેમ કહી સ્ટાફનો ઉધડો લીધો હતો. જે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ અંગે રોષ વ્યક્ત કરતા સ્થાનિક ઉમેદવાર નિલેશ બારોટએ જણાવ્યું હતું કે ” વોર્ડ નંબર નવમાં પાલિકા દ્વારા બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી જેને લઈ અમે વાંધો દર્શાવ્યો હતો. આ હુકમ કોના દ્વારા કરવામાં આવ્યો છે તે પૂછતાં તેઓ જતા રહ્યા હતા. ”
From – Banaskantha Update