ડીસાના પુષ્પાંજલિ ગેસ્ટહાઉસના રૂમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

- Advertisement -
Share

ડીસાના ભરચક એવા પુષ્પાંજલિ હાઇટ્સ ગેસ્ટહાઉસના રૂમમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઉત્તર પોલીસ ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી જુગાર સાહિત્ય તેમજ રોકડ કબજે કરી તમામ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ જુગારની ફરિયાદની વિગતો જોતા ડીસા ઉત્તર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ડીસાના ભરચક એવા પુષ્પાંજલિ શોપિંગસેન્ટરની બાજુમાં આવેલ પુષ્પાંજલિ હાઇટ્સના ગેસ્ટ હાઉસમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે.
જે આધારે ઉત્તર પોલીસે રેડ કરતા ગેસ્ટ હાઉસના રૂમ નમ્બર 517માં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે તેમને ઝડપી તેમની પાસેથી રોકડ, મોબાઈલ મળી કુલ 65,180નો મુદામાલ જપ્ત કરી તમામ પાંચ ઈસમો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

ઝડપયેલા જુગરીઓ:

 

(1) રાકેશ જેન્તીલાલ શાહ રહે.જય પાર્ક સોસાયટી, ડીસા
(2) હરેશ લછુંમલ રગવાણી રહે.જયશ્રી પાર્ક પાટણ હાઇવે, ડીસા
(3) સુરેશકુમાર ભાણજીભાઈ ઠકકર રહે.સાઈનાથ સોસાયટી, ડીસા
(4) દિનેશ હરિલાલ ઠકકર રહે.વીરેનપાર્ક, ડીસા
(5) હરેશ ચેલાભાઈ માળી રહે.ભિમાણીનગર, પાટણ હાઇવે, ડીસા

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!