પાલનપુરના જવાન શહીદ મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવ દેહ વતન લવાયો

- Advertisement -
Share

 

 

પાલનપુર તાલુકાના મોટા ગામે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ મગનસિંહ હડીયોલનું ઓરિસ્સામાં ફરજ દરમિયાન ગઈકાલે નિધન થયું હતું. જેને લઇને પરિવારમાં શોક પ્રસરી ગયો હતો અને પાર્થિવ દેહને મંગળવારે સાંજે પોતાની પત્ની સાથે અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી બાંય રોડ પોતાના વતન મોટા લેવાયો હતો. જ્યાં આજે બુધવારે સમાજના રીત રિવાજ મુજબ ગાર્ડ ઓફ ઓનર સાથે મહેન્દ્રસિંહના પાર્થિવ દેહની અંતિમક્રિયા કરવામાં આવી.

 

 

ઇન્ડિયન આર્મીમાં ઓરિસ્સા ખાતે ફરજ બજાવતા મહેન્દ્ર હડિયલનું થયું હતું આકસ્મિત મોત નીપજ્યું, ડયુટી બજાવતી વખતે તબિયત ખરાબ થતા આર્મી હોસ્પિટલમાં તાત્કાલિક લાવવામાં આવ્યા હતા અને બાદમાં ન્યુમોનિયા બીમારીના કારણે તેઓનું મોત નીપજ્યું હતું.

 

 

પાલનપુરના જવાન શહીદ મહેન્દ્રસિંહ હડીયલના પાર્થિવ દેહ માદરે વતન મોટા ગામમાં લાવવામાં આવ્યો અને ગાર્ડ ઓફ ઓનરની સાથે અંતિમવિધિ કરવામાં આવી. એકનાએક જુવાનજોધ દીકરાના નિધનથી ગામમાં શોક વ્યાપી ગયો છે. પત્ની અને બે બાળકો છે. જેમાં એક બાળક પાંચ વર્ષ અને બીજું બાળક હજુ 6 માસનું છે ત્યારે આ બન્ને બાળકોએ પિતાની છત્રછાયા અને પત્નીએ પતિ ગુમાવ્યા.

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!