બાપલા ગામમાં આજે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી

- Advertisement -
Share

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ બાપલા ગામમાં આજે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી આ વિવાદાસ્પદ દબાણમાં ગોસ્વામી પરીવારની સમાધિસ્થળ ના હટાવે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુઓએ તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે હવન કરી કુદરતને પ્રાર્થના કરી હતી અને તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો સાધુઓએ જીવતા સમાધિ લેવાની પણ ચિમકી ઉચ્ચારી.

 

 

બનાસકાંઠાના છેવાડે આવેલા બાપલા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ દબાણ મુદ્દે વિવાદ ચાલતો હતી જેમાં આજે વહેલી સવારથી જ મામલતદાર, ટીડીઓ ડી.વાય.એસ.પી સહિતનો પોલિસનો કાફલો બાબલા ગામે પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાપલા ગામ પોલિસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

 

 

તંત્રની ટીમે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં ગૌસ્વામી સમાજના સમાધિસ્થાનનો પણ સમાવેશ થાય છે જોકે આ સમાધિ સ્થળ ન હટે તે માટે સાધુ સંતો મહંતો અને અગ્રણીઓએ અત્યાર સુધી પૂરતા પ્રયાસો કર્યા હતા.

 

 

તેમ છતાં પણ તંત્રએ આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં ગુજરાત અને રાજસ્થાનમાંથી ગૌસ્વામી સમાજના સાધુ સંતો મહંતોએ હવન શરૂ કર્યો હતો અને તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે કુદરતને પ્રાર્થના કરી હતી તેમ છતાં પણ દબાણ કરવામાં આવશે તો અખાડામાંથી આવેલા સાધુઓએ જીવતા સમાધિ લેવાની ચીમકી પણ ઉરચારી હતી.

 

 

ગોસ્વામી સમાજ અને સાધુ-સંતો મહંતોએ જણાવેલ માહિતી અનુસાર 1990માં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગૌસ્વામી સમાજને જમીન ફાળવવામાં આવી હતી અને તે જ સર્વે નંબરની જમીનમાં આજે પણ અહીં ગોસ્વામી સમાજનો પરિવાર રહે છે અને બાજુમાં બનાવવામાં આવેલી સમાધિ સ્થળની જાળવણી રાખે છે.

 

 

સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર પોતાની મનમાની ચલાવી ગરીબ પરિવારને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે ગૌસ્વામી સમાજ દ્વારા હાઇકોર્ટેમાં અરજી કરવામાં આવી છે જે સુનાવણી પણ પેન્ડિંગ હોવા છતાં સમાધિ સ્થળને દબાણ માની હટાવી રહ્યા છે તેવું સાધુ-સંતોનું કેહવું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!