બનાસકાંઠામાં વાવના બુકણા ગામે ખેતરમાં ઉભેલાં જીરાના પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતે જીરાના પાકમાં આગ ચોપી પાકની હોળી કરવાની ઘટના સામે આવી.
વાવના બુકણા ગામે ખેડૂત મણવર ભાણાભાઈનાં ખેતરમાં ખેડૂતે પોતે પોતાના ઉભેલાં જીરાના પાકમાં ચરમી રોગ આવતા પાકને સળગાવી દઈને હોળી કરી. જીરાનાં પાકમાં ચરમી નામનો રોગ આવતા ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

સરહદી વિસ્તાર વાવના ખેડૂતો પર આફત બાદ આફતો આવતા મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. પહેલા કેનાલોમાં ગાબડા પડવાથી અને પછી ઉભા પાકોમાં રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી. ખેડૂતો સરકાર યોગ્ય વળતર ચુકવે તેવી માંગો કરી રહ્યા છે.
From – Banaskantha Update