થરાદમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એકાએક નીલગાય ખાબકતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જીવદયા પ્રેમીઓ તેમજ થરાદ ફાયરની ટિમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી નીલગાયને નર્મદાની મુખ્ય કેનાલમાંથી બહાર નીકાળી સારવાર માટે પશુ ચિકિત્સાલય ખાતે ખસરડાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવાર નવાર લોકો તેમજ પશુઓ પડવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર આવેલ ચુડમેરપુલ નજીક નીલગાય કેનાલમાં ખાબકી હતી.
નીલગાય નર્મદાની મુખ્ય કેનાલમાં નીલગાય ખાબકતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક જીવદયા પ્રેમીઓ તેમજ થરાદ ફાયર વિભાગની ટીમને જાણ કરાતા તાત્કાલિક તેમની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક નીલગાયને કેનાલમાંથી બચાવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહામુસીબતે કેનાલમાંથી નીલગાયને બહાર નીકાળી હતી. નીલગાયને ઇજા થતાં સારવાર માટે પશુ ચિકિત્સાલ્ય ખાતે ખસેડાઇ હતી.
From – Banaskantha Update