થરાદ બસ સ્ટેશનથી માર્કેટ યાર્ડ તરફ જવાના મુખ્ય રસ્તા પર નરસિંહ ટેકરીની સામે અસામાજિક તત્વો દ્વારા અબોલ પશુઓના મૃતદેહના ટુકડા જાહેર રસ્તે ફેંકતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
થરાદ બસ સ્ટેશનથી લઈને નવી માર્કેટ યાર્ડના જાહેર રસ્તા પર નરસિંહ ટેકરીની સામે ગંદકી વાળો કચરો અને અબોલ પશુઓનાં મૃત દેહના ટુકડાઓ નાખવામાં આવે છે જેના લીધે તે રસ્તા ઉપર ખુબજ ગંદકી થાય છે અને રસ્તે પર ચાલતા રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે જ્યારે અબોલ પશુઓને કસાઈઓ દ્વારા મારણ કરી તેના મૃતદેહના ટુકડાઓ ફેંકતા ત્યાં ગંદકી થાય છે.
આવા માસના ટુકડાઓ શ્વાન અને બીજા પ્રાણીઓ આરોગે છે તેના કારણે શ્વાન પણ હડકાયા થાય તેવી સંભાવનાઓ ઉભી થાય છે.

જ્યારે આવા કચરાને રખડતા પશુઓ આરોગે છે અને તે પણ બીમાર પડે છે આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકો અને રાહદારીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી.
From – Banaskantha Update