ડીસા નગરપાલિકામાં સાધારણ સભામાં સી.સી. રોડના મુદ્દે વિપક્ષ અને ભાજપના સદસ્યો વચ્ચે હંગામો મચ્યો

- Advertisement -
Share

 

 

ડીસા નગરપાલિકામાં શુક્રવારે સાધારણ સભામાં હાઇવે સ્થિત વિવિધ સોસાયટીમાં લોક ભાગીદારીથી નગરપાલિકા દ્વારા સી.સી. રોડમાં કામો મંજૂર કરવાના ઠરાવ કરતાં આ મામલે વિપક્ષના સદસ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો.

 

 

જે બાદ ભાજપના સદસ્યોએ પણ બોર્ડ અંદર બોલવા લાગતાં વિપક્ષ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો અને હંગામો મચ્યો હતો. જે બાદ પોલીસ વચ્ચે પડી નગરપાલિકાના સભ્યોને દૂર કર્યાં હતા.

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ભાજપ સાશિત નગરપાલિકા છે અને જ્યારે પણ નગરપાલિકામાં સાધારણ સભા હંમેશા વિવાદમાં રહી છે.

 

 

ત્યારે શુક્રવારે નગરપાલિકાની સાધારણ સભા યોજાઇ હતી અને સાધારણ સભામાં વિકાસના કામોને લઇને સભા શરૂ થઇ હતી.

 

 

જે બાદ સભામાં હાઇવે સ્થિત વિવિધ સોસાયટીમાં લોક ભાગીદારીથી નગરપાલિકા દ્વારા સી.સી. રોડના કામો મંજૂર કરવાના ઠરાવ કરતાં આ મામલે વિપક્ષના સદસ્યોએ વિરોધ ઉઠાવ્યો હતો.

 

 

જે બાદ ભાજપના સદસ્યોએ પણ બોર્ડ અંદર બોલવા લાગતાં વિપક્ષ અને ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં મામલો બિચકતાં હંગામો મચ્યો હતો.

 

 

વિપક્ષ રજૂઆત કરતાં શાસક પક્ષના સભ્યો વેલમાં ઘૂસી આવ્યા હતા. વિપક્ષ અને શાસક પક્ષના સદસ્યો આમને-સામને આવી ગયા હતા અને હંગામો મચ્યો હતો.

 

 

જે બાદ પોલીસ વચ્ચે પડી નગરપાલિકાના સભ્યોને દૂર કર્યાં હતા. આ સાધારણ સભામાં હંગામો વધતાં નગરપાલિકા પ્રમુખ દ્વારા બોર્ડ અને પૂર્ણ જાહેર કરાયું હતું.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!