પાલનપુરની ઓફીસમાં તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

અજાણ્યા શખ્સોએ રોકડ રકમ, લેપટોપ અને સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. પણ લઇ ફરાર થઇ ગયા

 

પાલનપુર ધનીયાણા ચોકડી નજીક એક કંપનીની ઓફીસનું તાળુ ખોલી અજાણ્યા તસ્કરો અંદરથી રોકડ રકમ, લેપટોપ અને સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. મળી કુલ રૂ. 47,249 ના મુદ્દામાલની ચોરી કરી લઇ ફરાર થઇ ગયા હતા.
આ અંગે કંપનીના સુપરવાઇઝરે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ધનીયાણા ચોકડી નજીક આવેલી જીઓમાર્ટ (રીલાયન્સ) કંપનીની ઓફીસનું અજાણ્યા શખ્સોએ મંગળવારે રાત્રે તાળુ ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાં પડેલું રૂ. 10,000 નું લેપટોપ, રૂ. 10,000 નું સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. અને તિજોરીનું લોક તોડી અંદર પડેલા રોકડા રૂ. 27,219 મળી કુલ રૂ. 47,219 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ચોરીની જાણ થતાં સુપરવાઇઝર સહીત દોડી આવ્યા હતા. આ અંગે કંપનીના સુપરવાઇઝર સિધ્ધપુરના સુજાણપુરમાં રહેતાં કૃણાલ ઇશ્વરભાઇ ઠાકોરે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કંપનીની ઓફીસનું તાળુ તોડીને નહીં પણ ખોલીને ચોરી થઇ છે. જ્યાં ઓફીસના 3 માણસો પાસે ચાવીઓ રહેતી હતી. આથી કોણે ચોરી કરી તે નક્કી ન થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ચોરી કરનાર શખ્સે પૂરાવાનો નાશ કરવા માટે અંદરથી સી.સી.ટી.વી. કેમેરાના ડી.વી.આર.ના વાયરો કાઢી નાખ્યા છે. સાથે ડી.વી.આર.ની પણ ચોરી કરી લઇ ગયો છે.

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!