પાલનપુરના ઈરફાનએ નુપુર શર્મા પર અભદ્ર ટિપ્પણી કરતા નોકરીમાંથી હાંકી કઢાંયો

- Advertisement -
Share

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મહમ્મદ પયગંબર વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હિંસક પ્રવૃત્તિ કરતા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા.

 

મળતી માહિતી પ્રમાણે ખાનગી નોકરી કરતા પાલનપુરના યુવકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આ યુવકે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ યુવક સામે પગલા લીધા છે. ઇરફાન શેખ નામના ઈસમે અભદ્ર ટિપ્પણી કરી હતી.
Rajkot
આ ઉપરાંત રાજકોટમાં નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર લાગ્યા છે. રામનાથ પરા વિસ્તારમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આઝાદ ચોક વિસ્તારમાં રોડ પર પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરને લઈને પોલીસ એક્ટિવ થઈ છે. કોઈ અણબનાવ બને તે પહેલા જ પોલીસ સક્રિય થઈ છે.
Surat
દેશભરમાં થઈ રહેલા નૂપુર શર્માના વિરોધના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. સુરતના અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ છે. સુરતમાં નૂપુર શર્માના વિરોધમા પોસ્ટર લગાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાનપુરાના કાદરશાની નાળમાં બુટના પ્રિન્ટ વાળા ફોટા લગાવ્યા હતાં. આ ઉપરાંત ફોટાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.

વીડિયોમાં મેસેજ હતો કે યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ. તૌફિક અને સદ્દામ નામક ઇસમે આ પોસ્ટર્સ લગાવ્યા હતા. જ્યારે નાનપુરાની પ્રિન્ટીંગ પ્રેસમાં ઇમરાન પઠાણ નામના વ્યક્તિએ આ પોસ્ટર છાપ્યા હોવાની વાત સામે આવી છે. પોલીસે ઇમરાન, તૌફિક શૈખ અને સદ્દામ સૈયદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!