દિયોદર રેલવે ફાટક નજીક ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ : ખાનગી ગેસ્ટહાઉસમાંથી કુટણખાનું ઝડપાયું

- Advertisement -
Share

દિયોદર રેલવે સ્ટેશન નજીક આવેલ એક ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ચાલતું હોવાની પોલીસને જાણ થતાં પોલીસે ગેસ્ટ હાઉસ સંચાલક સહિત 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ રેલવે સ્ટેશન પાસે ગેસ્ટ હાઉસના કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી જે બાદ દિયોદર પોલીસે રેલ્વે સ્ટેશન નજીક ચાલતા ગેસ્ટ હાઉસમાં ગોરખધંધાનો પર્દાફાશ કર્યો.

પોલીસે ગેસ્ટ હાઉસમાંથી બે પરપ્રાંતીય શખ્સોને સહિત બે રૂપલ્લાઓને ઝડપી પાડયા છે. પોલીસે રેલવે ફાટક નજીક આવેલા ગેસ્ટ હાઉસમાંથી પકડાયેલા બંને રૂપલ્લાઓને નારી કેન્દ્ર ખાતે ખસેડી રૂ.34,800નો મુદ્દામાલ જપ્ત કરી ગેસ્ટહાઉસના સંચાલક સહિત ઝડપાયેલા શખ્સો મળી 6 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!