પાલનપુરમાં 15 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો

- Advertisement -
Share

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં 15 દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો ચાર સોસાયટીમાં પંદર દિવસથી પાણી ન મળતું હોય અને વારંવારની રજૂઆતો છતા પાણી ન મળવાને કારણે તંત્રને જગાડવા માટલા ફોડી વિરોધ કરાયો હતો.

 

 

પાલનપુરના ગણેશપુરા વિસ્તારની ચિત્રકૂટ સહિત ચાર સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી મળતું ના હોય સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ 15 દિવસથી પાણીની સમસ્યા ભોગવી રહેલી મહિલાઓએ આજે માટલા ફોડી વિરોધ કર્યો હતો.

 

 

જોકે, પીવાના પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા રૂપિયા ખર્ચીને પાણી મંગાવું પડતું હોવાથી ચાર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તંત્રને જગાડવા માટે આજે નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર અને માટલા ફોડી તંત્રની જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

તાજેતરમાં પાલનપુર નગરપાલિકા ચૂંટણીના પરિણામ આવ્યા છે ચૂંટણીમાં પણ અનેક વાયદા થયા છે પરંતુ નવા ચુંટાયેલા સદસ્યો પણ હજુ આ વિસ્તારમાં ફરક્યા નથી. છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા છે ત્યારે રોજિંદા વપરાશમાં પણ પાણીમાં તકલીફ ભોગવતા ચાર સોસાયટીના રહીશોએ આજે નગરપાલિકાનો વિરોધ કર્યો તો છેલ્લા 15 દિવસમાં ચાર સોસાયટીના રહીશો રૂપિયા 15,000 જેટલી રકમનું ટેન્કર દ્વારા પાણી મંગાવી ચૂક્યા છે.

 

 

નગરપાલિકામાં રજૂઆત પાણી પુરવઠા વિભાગમાં પણ રજૂઆત છતાં પણ રજૂઆત ન સાંભળતા આખરી વિરોધનો સૂર ઉઠ્યો હતો ચિત્રકૂટ સોસાયટી સહિત ચાર સોસાયટીમાં રોડ રસ્તાના ઠેકાણા નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યાથી પણ પરેશાન છે.

નવાઈની વાત એ છે કે ચિત્રકૂટ સોસાયટીમાં 3 નિવૃત મામલતદાર રહે છે અને બે હાલ ફરજ ઉપર મામલતદાર ફરજ બજાવે છે છતાં પણ તેમને 15 દિવસથી પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે જોકે મામલતદાર કક્ષાના અધિકારીઓની સોસાયટીની આવી હાલત હોય તો સામાન્ય માણસો સુધી પાણી પહોંચતા કેટલો સમય લાગતો હશે તે આ નગરપાલિકા વહીવટી તંત્રની નીતિ પરથી સ્પષ્ટ થાય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!