પાલનપુર નિ: સ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નિતિનભાઈ ઠાકોરની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક

- Advertisement -
Share

પાલનપુરમાં લોકડાઉન જેવી કપરી મહામારીમાં પણ લોકોની પડખે ઊભા રહી સતત સેવાકીય કાર્યો કરનારી પાલનપુરની નિસ્વાર્થ સેવા સંગઠન સંસ્થાને અગાઉ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

 

 

જેના પ્રમુખ નીતિનભાઈ ઠાકોરને હવે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાત રાજ્યના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવતા પાલનપુર વાસીઓમાં હર્ષ અને ગર્વની લાગણી પ્રસરી જવા પામી છે.

 

 

પાલનપુરમાં અગાઉ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત થયેલ નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી કોરોનામા 10 માર્ચથી લઈ સતત સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન 14 હજારથી વધારે નિ: શુલ્ક માસ્ક વિતરણ કરી જન જાગૃતિ અભિયાન ચલાવ્યું હતુ. સાથે નિશુલ્ક હેન્ડ સેનેટાઈઝર વિતરણ સાથે સરકારી ગાઇડ લાઇન પ્રમાણે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા ઘણા એવા જનજાગૃતિ અભિયાન ચલાવી લોકજાગૃતિનો ભાગ બનેલ હતા સાથે લોકડાઉન જેવા વિકટ સમયમાં પણ ભૂખ્યા લોકોની ચિંતા કરી 26 દિવસ સતત જરૂરિયાત મંદ લોકો સુધી ભોજન તૈયાર કરાવી અંતરિયાળ વિસ્તારના લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

સાથે લોકડાઉન દરમિયાન હોટ સ્પોટ થયેલા વિસ્તાર અને ઘણા એવા બીજા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને 1100 થી વધારે કરિયાણાની કીટ વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવા સાથે ઠાકોર સમાજ તેમજ તમામ સમાજના લોકોને સાથે રાખી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પાલનપુર નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ચેરમેન ડો.દિવાકરશુક્લા(ઇંગ્લેન્ડ) પૂનમ જેજલર પ્રેસિડેન્ટ (સ્વીઝરલેન્ડ) સંતોષજી શુક્લા પ્રેસિડેન્ટના હસ્તે ડીએલએફ ક્લબ ઇન્દોર મુકામે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેમ્બરશીપ આપી ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નીતિનભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે.

 

 

જે બદલ નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતીનભાઇ ઠાકોર તમામ સમાજના એવા લોકો કે જે ખરેખર પોતાના ગામ કે શહેરથી લઈ રાજ્ય રાષ્ટ્ર અને દેશ અને લોકહીતના સારા કાર્યો કરે છે. એવા લોકોને એમની ઊંચાઇ સુધી પહોંચાડવા પણ મદદરૂપ બનશે. પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા માટે નિસ્વાર્થ સેવા સંગઠન ખુબ જ ગૌરવશાળી સાબિત થયું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!