બનાસકાંઠા એલ.સી.બી ટિમ તેમજ દિયોદર સ્થાનિક પોલીસે શહેરમાં થયેલ મોબાઈલની દુકાનમાં ચોરી અને કરીયાણાની દુકાનમાં થયેલ ચોરીમાં સફળતા મળી છે જેમાં આરોપીને ઝડપી પાડી મુદ્દા માલ કબ્જે લેવામાં આવ્યો.
પોલીસની ગિરફતમાં ઉભેલ આ આરોપીનો ચહેરો ભોળો છે પરંતુ આ ભોળા ચહેરા પાછળ ચોરીના બનાવને અંજામ આપવા માટે આ આરોપી માસ્ટર માઈન્ડ છે થોડા સમય પહેલા દિયોદર શહેરમાં મોબાઈલની દુકાન અને કરીયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.
જેમાં પોલીસે બંને ચોરી મામલે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ચોરી અનડિટક કરવા બનાસકાંઠા એલ.સી.બી પોલીસની મદદ લીધી હતી અને સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સણાદરના મુકેશ ઠાકોરની શંકાસ્પદ રીતે અટકાયત કરાઈ હતી જેમાં પોલીસે સઘન પૂછ પરછ કરતા દિયોદર કરીયાણાની દુકાનમાં 29,470 રૂપિયા સરસામનની ચોરી અને મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ નંગ 34 કીમત 72,441 રૂપિયા તથા એસસરિસની કિંમત 14,795 કુલ કિંમત 87,236 નો સરસામન પણ કબ્જે લીધો હતો.

મુકેશ ઠાકોર આ ચોરીને અંજામ આપવા માટે અન્ય ત્રણ ઈસમની પણ મદદ લીધી હતી જેમાં પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તમામ આરોપીને કોરોના ટેસ્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જેમાં આ ચાર ઈસમો રાત્રીના સમય મોટર સાઇકલની મદદથી શહેરમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા હતા.
From – Banaskantha Update